Govt Yojana

Bin Anamat Education Sahay Yojana Govt Of Gujarat | EWS Educatin Scheme Gujarat

Posted by

યોજનાનું નામ: શૈક્ષણિક અભ્યાસ યોજના

Govt Yojana

યોજનાનું સ્વરૂપ/લોન સહાયના ધોરણ:

રાજ્યમાં ચાલતા મેડિકલ,ડેન્ટલ સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો  વ્યવ્સાયિક અભ્યાસક્રમો,ઇજનેરી,ફાર્મસી,આર્કિટેક્ચર,આયુર્વેદ,હોમિયોથી,ફિજિયોથેરાપી,વેટરનરી વગેરે સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો નર્સિંગ (સ્નાતક ક્ક્ષા) વગેરે અભ્યાસક્રમો માટે (હાયર એજ્યુકેશન જેવા કે બીબીએ,બીકોમ,બીએસસી,બીએ વગેરી સિવાય)સમગ્ર અભ્યાસક્રમની કુલ ટ્યુશન ફિ અથવા રૂ.૧૦ લાખ તે બે પૈકી જે ઓછુ હોય તે પ્રમાણેની લોન ૪% ના સાદા વ્યાજે નિગમ તરફથી આપવામાં આવશે

આ યોજનામાં રાજ્યમાં ચાલતા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો  સાથે સાથે રાજ્યમાં અને ભારતના અન્ય રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ અભ્યાસ કરતા તબીબી સ્નાતક,તબીબી અનુસ્નાતક,અને ઉચ્ચ અભ્યાસક્રમોમાં અનુસ્નાતક જેવાકે IIM,IIT,NID,IRMA,TISS માં પણ લોન આપવાની રહેશે

  • લાયકાતના ધોરણો :ધોરણ-૧૨ પાસ ૬૦% સાથે 
  • વ્યાજનો દર : વાર્ષિક ૪ % લેખે સાદુ વ્યાજ
  • આવક મર્યાદા: વાર્ષિક ૬ લાખ કે તેથી ઓછી
  • લાયકાત:અરજદાર બિનઅનામત વર્ગનો હોવો જોઇએ

શૈક્ષણિક યોજનાઓ માટેનાં પાત્રતા અને ધિરાણના માપદંડો

  • ગુજરાત રાજ્યની કોઇપણ શાળામાંથી  ધોરણ-૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ સાથે પાસ કરેલ હોવુ જોઇએ
  • જે તે અભ્યસક્રમના સબધિત કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત હોઇ તેવા અભ્યાસક્રમ માટે લોન મળવા પાત્ર થશે
  • અરજદાર ગુજરાતના હોવા જોઇએ અને બિનાનામતવર્ગના હોવા જોઇએ
  • સબંધિત અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યા અંગેનો પુરાવો રજુ કરવાનો રહેશે
  • ધિરાણનો વ્યાજ દર વાર્ષિક ૪ ટ્કા સાદુ વ્યાજ રહેશે.પ્રતિ વર્શ જેટલુ ધિરાણ આપવામાં આવશે તે મુજબ જ સાદૂ વ્યાજ ગણવામાં આવશે
  • વિધવા અને અનાથ લાભાર્થીને અરજદારને અગ્રીમતા આપવાની રહેશે
  • અભ્યાસ અને અનાથ લાભાર્થીને અરજદારને અગ્રીમતા આપવાની રહેશે
  • અભ્યાસ વચ્ચેથી છોડી દેનાર કે નિચ્છિત સમય મર્યાદામાં ડીગ્રી ન મેળવી શકનારની લોન એક સાથે વસૂલ કરાવાને પાત્ર થશે તેમજ વ્યાજ સહાય મળવા પાત્ર રહેશે નહિ
  • રાજ્યની શૈક્ષણિક યોજનાઓ માટે કુટૂબની આવક મર્યાદા ૬.૦૦ લાખ રહેશે

લોન માટેનાં જામીન/દસ્તાવેજ:

સમગ્ર કોર્ષની કુલ રકમ રૂ.૭.૫૦ લાખ કે તેથી ઓછી હોયતો તેમને કોઇ મિલ્કત ગીરો (મોર્ગેજ)કરવાની રહેશે નહિ ફક્ત બે સધ્ધર જામિન ખત રજૂ કરવાનુ રહેશે

  • સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂ.૭.૫૦ લાખ કરતા વધારે હોય તો તે કુલ રકમની પોતાની અથવા અન્ય કોઇ સગાસબંધીંવ્વ સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
  • દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ બ્લેન્ક ચેક આપવાના રહેશે

લોનની પરત ચૂકવણી

  • રૂ.૫.૦૦ લાખ સુધીની લોન કુલ લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૫ (પાંચ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં લોનની રકમ વ્યાજ સાથે ભરવાની રહેશે.
  • રૂ ૫.૦૦ લાખથી વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યા ના ૧ વર્ષ બાદ ૬ (છ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં લોનની રકમ વ્યાજ સાથે ભરવાની રહેશે
  • ભરપાઇ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા લેવામાં આવશે.
  • લોન લેનાર નિશ્ચિત સમય મર્યાદા પહેલા પણ લોનની  પરત ચુકવણી કરી શકશે.

ઓનલાઇન અરજી માટે :Click Here

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *