Mafat Plot Yojana Village |Gujarat Sarkar Ni Free Plot Yojana Latest Sudharo

Spread the love

Gujarat Government Mafat Plot Yojana Latest

ગ્રામ્ય વિસ્તારના ઘર વિહોણા કુટુંબો ને મકાન બોધકામ માટે મફત પ્લોટ આપવાની યોજનામાં સુધારો

♦યોજના♦

                 રાજ્યના ગ્રામિણ વિસ્તારમાં રહેતા ઘરવિહોણા કુટંબોને ૧૦૦ ચો.વાર નો પ્લોટ આપવાની યોજના સરકારે અમલ કરેલ છે

♦લાભ કોને મળે♦

              (૧) જેઓ પ્લોટ વિહોણા હોય

              (૨) જેઓ સામાજિક –આર્થિક અને જાતી આધારીત વસ્તી ગણતરી -૨૦૧૧ ગ્રામ્ય વિસ્તારમાં પાત્રતા ધરાવતા કુટંબમાં આવતા હોય અથવા રાજ્ય કે કેન્દ્ર

                  સરકારની  હાઉસિંગ મકાન સહાય માટે લાયકાત ધરાવતા હોય

              (૩) જેઓ પુખ્ત વયના હોવા જોઇએ.

              (૪) પતિ અથવા પત્નિ ના નામે રાજ્યમાં ક્યાંય પ્લોટ કે મકાન ન હોવા જોઇએ.

               (૫) જેઓ એ ગ્રામ્ય વિસ્તારમાં  છેલ્લા એક વર્ષથી વસવાટ કરતા હોવા જોઇએ

             (૬) જેના નામે ખેતીની જમીન ન હોવી જોઇએ અથવા સંયુક્ત નામે હોય અને વડવાના નામે જમીન હોય અને તે જમીનમાં અરજદારના કિસ્સામાં,

                      પિયતવાળી જમીનના કિસ્સામાં અડધા હેક્ટરથી વધારે ન હોય અને બિન પિયતવાળી જમીનના કિસામાં એક હેક્ટરથી વધારે ન હોવી જોઇએ.

♦અરજી ક્યાં કરવાની♦

            ગ્રામ પંચાયત

♦અરજી સાથે જોડવાના / રજુ કરવાના પુરાવા♦

            (૧) પુખ્ત વયના પુરાવ તરીકે જન્મ નોંધણીનુ પ્રમાણ પત્ર,શાળા છોડ્યાનું પ્રમાણ પત્ર,ચૂંટણી કાર્ડ અથવા આધાર કાર્ડ માં થી કોઇ પણ એક

            (૨)ઓળખ અને વસવાટ પુરાવા તરીકે  રેશનકાર્ડ,ચૂંટણી કાર્ડ અથવા આધાર કાર્ડમાં થી કોઇ પણ એક

            (૩) જમીન ધારણ કરતા નથી /વારસદાર તરીકે ભાગે પડતી જમીન મળનાર છેતે અંગે તલાટીકમ મંત્રીનું પ્રમાણપત્ર અને અને જમીન ધારણ કરતા હોય તો

                 ગામ    નમૂના નં-૭

            (૪) અરજદાર પાસેથી તેઓ અથવા તેમના કુંટુબના કોઇ વ્યક્તિના નામે રાજ્યમાં કોઇ પણ સ્થળે     ગ્રામ્ય/શહેરી વિસ્તારમાં જમીન/મકાન નથી તે 

                   મતલબનુ એકરાર  નામુ નિયત નમૂનામાં

વધુ માહિતી માટે ક્લિક કરો :મફત પ્લોટ યોજના માહિતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *